BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
દુનિયાભરમાં કેટલીક વેબસાઇટ્સ બંધ કેમ છે, પીએચપી શું છે અને આ સાયબર ઍલર્ટથી ભારતીય યુઝર્સને કેટલો ખતરો?
ઇન્ટરનેટને ચલાવતી ટૅક્નૉલૉજીમાં એક ગંભીર ખામીને બહાર લાવવામાં એઆઈએ મદદ કરી છે. જેના કારણે વૈશ્વિક સાઇબર સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આ ખામીઓ પીએચપી નામની એક પ્રોગ્રામિંગ ભાષામાં છે, જેનો ઉપયોગ 2000ના દાયકાથી વિશ્વભરમાં વેબસાઇટ બનાવવા માટે થતો રહ્યો છે.
નેતન્યાહૂએ પીએમ મોદીને ઇઝરાયલ આવવાનું આમંત્રણ આપ્યું, સ્મિત મચ્છર સાથે આ કાર્યક્રમમાં જોડાવા બોલાવ્યા – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?
ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યમાં આવેલી સ્કૂલોમાં કોઈ પણ બાહ્ય વ્યક્તિ માટે પ્રવેશ કે પ્રવેશ બાદની પ્રવૃત્તિઓ માટે આચાર્ય કે તે સંસ્થાના વડાની લેખિતમાં મંજૂરી લેવા અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. શાળાઓમાં વગર મંજૂરીના લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગેના આ પરિપત્રમાં, રાજ્યની શાળાઓમાં પ્રવેશ અને તે પછીની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.
તમે વજન ઘટાડવા માગો છો કે શરીરની ચરબી, શું રોટલી-ભાત ખાઈને પણ આવું કરી શકાય?
ફિટ રહેવા માટે મનપસંદ ખોરાક છોડવો અને સતત ભૂખ્યા રહેવું જરૂરી છે? શું વજન ઘટવું અને શરીરની ચરબી ઘટવી બંને એક જ વાત છે? અને જો બંને અલગ હોય, તો શરીરમાંથી ખરેખર ચરબી ઘટી રહી છે કે માત્ર સ્નાયુઓ અને પાણીનું વજન ઘટી રહ્યું છે, એ કેવી રીતે જાણી શકાય?
IPO ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવવામાં આવે છે, શૅર ઍલોટ થાય તેની કોઈ ટ્રિક હોય છે?
જિયો પ્લૅટફૉર્મ્સનો પબ્લિક ઇશ્યૂ ચાર ગણો ભરાયો છે અને હવે લિસ્ટિંગ વખતે કેવો ભાવ મળે છે તે જોવાનું રહે છે.
સેક્સ, જૂઠાણાં અને પોલીસના જાસૂસો : 'વિકૃત' અન્ડરકવર અધિકારીની વિવાદાસ્પદ કહાણી
1990થી 1995 દરમિયાન તેમણે મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ (MPS)ની અન્ડરકવર સ્પેશિયલ ડેમન્સ્ટ્રેશન સ્ક્વૉડ (SDS)માં કામ કર્યું હતું. આ ટુકડી રાજકીય સંગઠનો અને વિરોધપ્રદર્શનો સાથે સંકળાયેલાં જૂથોમાં ઘૂસણખોરી કરતી હતી.
આ જગ્યાએ 76 દિવસ સુધી દશેરા ચાલે, પણ રાવણનું દહન નથી થતું
બસ્તરમાં દશેરા ભગવાન રામનો નહીં, પરંતુ અહીંની આરાધ્ય દેવી દંતેશ્વરીનું વિજયગાથા પર્વ છે. બસ્તરના આ દશેરા કુલ 76 દિવસ ચાલે છે. અહીં ન તો રામલીલા થાય, ન રાવણવધ અને ન તીર-કમાનનું કોઈ પ્રદર્શન. બસ્તર દશેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક સમાજની એક ચોક્કસ ભૂમિકા હોય છે.
'બધાંનાં નામ યાદ રહેતાં નથી, રોજ રાતે સૂતાં પહેલાં ગણવાં પડે', 58 સંતાનોના પિતાની કહાણી
અફઘાનિસ્તાનમાં મોટા પરિવારો અને ઘણાં સંતાનો ધરાવતાં યુગલો સામાન્ય ગણાય છે, પરંતુ ઉરુઝગાન પ્રાંતના રહેવાસી મોહમ્મદ સાદિકનો પરિવાર કદાચ દેશના સૌથી મોટા પરિવારોમાંનો એક છે. મોહમ્મદ સાદિકને ચાર પત્નીથી કુલ 58 સંતાનો છે. આટલા મોટા પરિવારનું ભરણપોષણ કરવું તેમના માટે મોટો પડકાર બની રહ્યો છે.
સુપર અલ-નીનો : ભારત સહિત આખી દુનિયામાં પાંચ રીતે અસર થઈ, હવે આગળ શું થશે?
અલ-નીનો છેલ્લા કેટલાક મહિનાથી વધુ મજબૂત બની રહ્યો છે અને વૈશ્વિક હવામાન પૅટર્ન પર તેની નોંધપાત્ર અસર પડી રહી છે. ઇન્ડોનેશિયા, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના દેશો દુષ્કાળ, પૂર અને ગરમીનાં મોજાંનો અનુભવ કરી રહ્યાં છે, જે અલ-નીનો દ્વારા ભારે તીવ્ર હવામાન સંબંધિત ઇવેન્ટ્સ કેવી રીતે સુપરચાર્જ થશે તેને લગતાં અનુમાન સાથે સુસંગત છે.
ભારત/વિદેશ
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ડેટા લીક : તમારું ખાતું હશે તો હવે શું ધ્યાન રાખવું પડશે?
દેશની સૌથી મોટી સરકારી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના લગભગ હજારો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થઈ ગયો છે. શું થયું હતું અને ખાતાધારકે હવે શું કરવું?
'નો મૅન્સ લૅન્ડ' : પૃથ્વી પરના એવા ત્રણ પ્રદેશ, જેના પર કોઈની માલિકી નથી અને કોઈ દાવો પણ કરતું નથી
પૃથ્વીની સપાટીનો એવો કેટલા ટકા ભાગ છે, જેના પર દુનિયાની કોઈ પણ વ્યક્તિની માલિકી નથી?
ગુજરાત : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જામનગર મુલાકાત પાછળનું મોટું ગણિત શું છે?
ટ્રમ્પ વહીવટીતંત્ર વૈશ્વિક સ્તરે ડીઝલના વધતા ભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધને કારણે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આવતા મહિને યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ એક મોટો મુદ્દો બની ગયો છે.
'ફોનને બદલે મૅસેજ કરવો', રિંગ વાગતાં જ કેટલાક લોકો કેમ ગભરાઈ જાય છે?
શા માટે ઘણા લોકો ફોનની ઘંટડી વાગતા જ ગભરાઈ જાય છે જ્યારે ટૅક્સ્ટ મૅસેજનો જવાબ આપવા ઉત્સુક હોય છે. ફોન કૉલને લગતો ડર શું દર્શાવે છે?
'બાળકોને ભૂખ્યાં રાખો, જેથી તેઓ ઈસુને મળી શકે', 191 લોકોની હત્યાના દોષિત પાદરીને સજા થશે
કેન્યામાં એક સંપ્રદાયના પ્રમુખ પૉલ મેકેન્ઝીને 191 લોકોની હત્યા બદલ દોષી જાહેર કરાયા છે. તેમના સૌથી મોટા પુત્રનું કહેવું છે કે તેમનાં નાનાં ભાઈ-બહેનોને બે અઠવાડિયાં અગાઉ સુધી બળજબરીથી ઉપવાસ માટે મજબૂર કરાયાં હતાં. આ લોકોના મોત કેન્યાના કિનારે શાકાહોલા જંગલમાં ભૂખના કારણે થયાં હતાં. મૃતકોમાં 190 બાળકો અને એક પુખ્ત વયની વ્યક્તિનો સમાવેશ થતો હતો.
પ્રેમ વત્સ : આઠ ડૉલર લઈને ઘર છોડી જનાર આ વ્યક્તિએ 52 હજાર કરોડમાં કેવી રીતે ખરીદી લીધી IDBI બૅન્ક?
ખિસ્સામાં માત્ર આઠ ડૉલર લઈને હૈદરાબાદથી કૅનેડા ગયેલા અબજોપતિ ઉદ્યોગપતિ પ્રેમ વત્સ હવે આઇડીબીઆઇ બૅન્કના માલિક બનશે. પ્રેમ વત્સને 'કૅનેડાના વૉરેન બફેટ' કહેવામાં આવે છે અને તેઓ 100 અબજ ડૉલરના ફેરફેક્સ ફાઇનાન્સિયલ હૉલ્ડિંગ્સના માલિક છે. ચાલો જાણીએ કે પ્રેમ વત્સ કોણ છે અને તેમણે આટલું મોટું વ્યાપારી સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું.
1000 લોકો સાથે સેક્સ ચેટિંગ કરીને 82 લોકોના નગ્ન વીડિયો, ફોટા ભેગા કર્યા, આખરે 'મહિલા' પકડાઈ ત્યારે કયું રહસ્ય ખૂલ્યું?
પવનકુમાર નામના 23 વર્ષના યુવકે અલગ-અલગ વ્યવસાય કરતાં કુલ 1000 લોકોને છોકરીઓની તસવીરો સાથેના ફેક એકાઉન્ટ્સ બનાવીને હનીટ્રેપમાં ફસાવી દીધા છે. પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન, એક લૅપટૉપ અને 16 જીબીની પેન ડ્રાઇવ જપ્ત કરી છે.
"હું રામ કે કૃષ્ણને દેવ નહીં માનું..."- બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લેતી વખતે કઈ 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી?
દશેરાના દિવસે ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતી વખતે લેવડાવેલી 22 પ્રતિજ્ઞાઓની પણ હંમેશાં ચર્ચા થતી રહે છે.
"કામ કરું છું એમાં ધ્યાન પરોવાતું નથી..." – પિત્ઝા, વેફર્સ જેવા ખોરાકથી શું એકાગ્રતા ઘટે છે?
શું તમને એકાગ્રતા રાખવામાં મુશ્કેલી પડે છે? આવું થાય ત્યારે ઊંઘ, પાણી પીવું અને અન્ય શારીરિક ઍક્ટિવિટી પર આપણું ધ્યાન જાય છે પરંતુ સંશોધકોનું કહેવું છે કે આ સમસ્યા પાછળ આપણો ખોરાક પણ જવાબદાર હોઈ શકે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































