You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ, સપ્ટેમ્બરની શું છે આગાહી?
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ, સપ્ટેમ્બરની શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં ઑગસ્ટના અંત સુધીમાં સરેરાશ વરસાદની ઘટ નોંધાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં વરસાદ ઓછો પડવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદ ન થવાથી સિંચાઈના પાણીની તંગી અને વાવેતર ન થવાની સમસ્યા ઊભી થઈ છે.
હવામાન વિભાગ અને વિવિધ મૉડલોના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વધુ વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી, માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.
જાણો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન