You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
22,000 કરોડના દેવામાંથી માત્ર 6.5 કરોડની જ ચૂકવણી, સુભાષ ચંદ્રાને 'દેવામાફી' કઈ રીતે મળી?
જ્યારે ભારતમાં કોઈ વ્યક્તિ પર દેવાદારોના હજારો કરોડ રૂપિયાનું લેણું હોય, તો સમાધાન હેઠળ એ દેવાનો કેટલો ભાગ કાયદાકીય રીતે માફ કરી શકાય?
ચોતરફ સોના વચ્ચે જ્યારે 3000 વર્ષ બાદ કબર ખોલાઈ, 'રાજાના શ્રાપ અને બદલા'ની કહાણી
બીબીસીની 1936ની એક દસ્તાવેજી ફિલ્મમાં, પુરાતત્ત્વવિદ્ હોવર્ડ કાર્ટર 12 ફેબ્રુઆરી, 1924ની એ ક્ષણનું વર્ણન કરે છે, જ્યારે તેઓ અને તેમની ટીમ 3,300 વર્ષ પછી પહેલી વાર ઇજિપ્તના યુવાન રાજાને મળ્યા હતા.
રાજગાદી માટેની લડાઈ અને પૌરુષત્વનું પ્રદર્શન, 1 હજાર વર્ષ જૂના જનનાંગના રહસ્યની કહાણી
લગભગ 1,000 વર્ષ પછી આ પ્રસિદ્ધ કલાકૃતિ ફ્રાન્સના નૉર્મેન્ડીથી ફરી ઇંગ્લૅન્ડ પરત આવી રહી છે. 1070ના દાયકામાં તેને ઇંગ્લૅન્ડમાં જ કુશળતાપૂર્વક ભરતકામથી તૈયાર કરવામાં આવી હતી. હવે આ સપ્ટેમ્બરથી તે બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.
નેપાળ: 10 km લાંબી સુરંગની અંદર 40 ભારતીયો, ફસાયેલા કુલ 1000 લોકોનું શું થયું?
ચીનની સરહદને અડીને આવેલા નેપાળના રસુવાગઢી વિસ્તારમાં આવેલા પૂરને કારણે ત્યાંના વિવિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં કામ કરતા આશરે 1,000 લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં ખેતીયોગ્ય જમીન 2.28 લાખ હેક્ટર ઘટી, શું છે સંભવિત કારણો?
રાજ્યમાં 2020-21ની સરખામણીમાં રાજ્યમાં રહેલી કુલ ખેતીલાયક જમીનના વિસ્તારમાં વર્ષ 2024-25 સુધી 2,28,000 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે.
મોહન ભાગવતે મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવાના વિચાર ધરાવતા હિન્દુઓ વિશે શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શનિવારે ન્યૂ યૉર્કમાં એક પરિષદમાં કહ્યું હતું કે જે હિન્દુ માને છે કે મુસ્લિમોને ભારતમાંથી "હાંકી કાઢવા" જોઈએ તે હિન્દુ, હિન્દુ રહી શકતો નથી.
નેપાળ પૂર: ઘરની ચારે બાજુ પાણી અને કાદવમાં બધું ધોવાઈ ગયું, બાલ્કની પર ફસાયેલા પરિવારનું શું થયું?
સોશિયલ મીડિયા પર આવી રહેલાં તસવીરો અને વીડિયોથી ખબર પડે છે કે નેપાળ-તિબેટ બૉર્ડરે આવેલું પૂર કેટલું ભયાનક હતું.
બિહારનો વિચિત્ર કિસ્સો, એક ભેંસના બે માલિક? પોલીસ કરાવવો પડ્યો ભેંસનો ડીએનએ ટેસ્ટ
આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, ત્યારે સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ(આઈજી) વિકાસ વૈભવે વૈજ્ઞાનિક ઢબે આ મામલાને શક્ય એટલી વહેલી તકે ઉકેલવાનો આદેશ આપ્યો.
અલ નીનોની અસર છેક ગુજરાત સુધી કેમ વર્તાઈ રહી છે અને એણે સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલી કઈ રીતે વધારી?
અલ નીનો અને બદલાતી હવામાનની સ્થિતિ ખેતી માટે પડકાર ઊભો કરી રહી છે અને તેની અસર ખાદ્ય મોંઘવારી પર પણ પડી શકે છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
એ મહિલા જેમનું 98 ટકા શરીર લાખાંથી ઢંકાયેલું છે, 20 હજારમાંથી એકને થતો આ કયો રોગ છે?
આ 28 વર્ષીય મહિલાના શરીરનો 98 ટકા ભાગ લાખાંથી ઢંકાયેલો છે, કારણ કે જન્મથી જ તેમને એક દુર્લભ આનુવંશિક ત્વચા રોગ છે.
'બોસ્નિયાનો કસાઈ', જેણે મુસ્લિમોને ઘેરીઘેરીને નરસંહાર કર્યો હતો
84 વર્ષની વયે રાત્કો મ્લાદિચનું અવસાન થયું છે. બળદ જેવી મજબૂત ગરદન ધરાવતા રાત્કો મ્લાદિચને "બોસ્નિયાનો કસાઈ" કહેવામાં આવતો હતો.
"ભેંસોનાં દૂધ સુકાઈ રહ્યાં છે, ચારાના ભાવ ત્રણ ગણા થઈ રહ્યા છે," દુષ્કાળના ભણકારા વચ્ચે કચ્છમાં માલધારીઓની શું સ્થિતિ છે?
કચ્છમાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ થતાં ત્યાંના માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમનું કહેવું છે કે ચારાના ભાવ પણ વધી રહ્યા છે તેથી તેમના માટે પશુઓને પાળવા મુશ્કેલ થઈ રહ્યાં છે.
યૂટ્યુબ પર AI ડૉક્ટરો કેવી રીતે કરોડો લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે
આ કન્ટેન્ટની પહોંચ સમગ્ર વિશ્વમાં છે. બીબીસી ન્યૂઝ બ્રાઝિલે ઓછામાં ઓછી 50 યૂટ્યૂબ ટ્યુટોરિયલ ચૅનલો ઓળખી કાઢી છે, જે લોકોને પૉર્ટુગીઝ, અંગ્રેજી, હિંદી, સ્પેનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, પોલિશ, જર્મન અને તુર્કી સહિત વિભિન્ન ભાષાઓમાં એઆઈ ડૉક્ટરો સાથે વીડિયો બનાવતા શીખવે છે.
થાનગઢ દલિત હત્યાકાંડ : પોલીસ ગોળીબારમાં જ્યાં દીકરો મર્યો પિતાએ ત્યાં જ 14 વર્ષ બાદ આપઘાત કર્યો
થાનગઢમાં સપ્ટેમ્બર 2012માં તરણેતરના મેળા દરમિયાન દલિતો અને અન્ય એક સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસ ફાયરિંગમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિતોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં કેમ પ્રકાશિત નહીં થાય, પ્રકાશન કંપનીએ શું જવાબ આપ્યો?
કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીની બહુપ્રતીક્ષિત સ્મૃતિકથા 'બિલૉંગિંગ: એ જર્ની ઑફ લવ' અંગે પ્રકાશન કંપની પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તે ભારતમાં આ પુસ્તકની પ્રકાશક નથી.
'રસ્તો બતાવે એને શ્રાપ લાગે', 400 વર્ષ જૂનું રહસ્ય અને જંગલમાં સંતાયેલું એક ગુપ્ત શહેર
અમેરિકાના એક પ્રોફેસરે 1911માં દાવો કર્યો હતો કે પેરુવિયન ઍન્ડીઝના ઊંડાણમાં પોતે છેલ્લા ઇન્કા રાજાનો પ્રાચીન પર્વતીય ગઢ શોધી કાઢ્યો છે. જોકે, 53 વર્ષ પછી બીજા એક સંશોધકે એ માન્યતા ખોટી હોવાનું સાબિત કર્યું અને થોડા જ સમય પછી બીબીસીની એક ટુકડીએ તેમના પગલે પગલે પ્રવાસ કર્યો.
નેપાળ-તિબેટ પૂર પાછળ કયું કારણ જવાબદાર, વૈજ્ઞાનિકોએ શું કહ્યું?
યુએસ જિયૉલૉજિકલ સર્વેના ડેટા અને આ ઘટનાનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકો પ્રમાણે આ તૂટી પડેલો હિમખંડ જ્યારે સપાટીને અથડાયું ત્યારે તેની ઇમ્પેક્ટ એટલી બધી શક્તિશાળી હતી કે તેના કારણે 5.2નો આંચકો નોંધાયો.
વીડિયો, નેપાળ : આખેઆખાં ગામો કઈ રીતે તણાઈ ગયાં? જુઓ તબાહીના પાંચ વીડિયો, અવધિ 15,54
નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછાંમાં ઓછાં 300થી વધારે લોકોનાં મોત થયાં છે. જોકે, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ