તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
અમેરિકામાં ફરીથી ગોળીબાર, નવ લોકોનાં મૃત્યુ થયાં
અમેરિકાના ઓહાયો પ્રાતંના ડેટૉન શહેરમાં થયેલા ગોળીબારમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે. પોલીસે આ ઘટનાની ખરાઈ કરી છે.
ગોળીબારની જાણ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે એક વાગ્યે થઈ હતી. ગોળીબારની આ ઘટના શહેરના ઓરેગૉનના એક બારમાં ઘટી છે.
પોલીસ પ્રમાણે હુમલાખોરને ઘટનાસ્થળે જ મારી દેવાયો છે. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની થોડી જ વાર પહેલાં ટૅક્સાસ પ્રાંતના અલ પાસો શહેરોમાં પણ ગોળીબાર થયો હતો, જેમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ટૅક્સાસમાં ગોળીબાર
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ટૅક્સાસના 'એલ પાસો' વિસ્તારમાં આવેલા 'સિએલો વિસ્તા મૉલ'માં ગોળીબાર કરાયો છે. આ જગ્યા અમેરિકા-મેક્સિકોની સરહદથી બહુ નજીક છે.
મળી રહેલી જાણકારી અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા છે, જેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ મામલે પોલીસે એક શ્વેત વ્યક્તિની અટકાયત કરી છે. આ ગોળીબારમાં એક જ વ્યક્તિ સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન મીડિયામાં આ વ્યક્તિની ઓળખ પૅટ્રિક ક્રુસિયસ (ઉ. 21 વર્ષ) તરીકે કરાઈ છે. પૅટ્રિકને ડસાલના નિવાસી ગણાવાઈ રહ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં હાથમાં બંદૂક પકડેલી એક વ્યક્તિ જોઈ શકાય છે.
પોલીસે શું જણાવ્યું?
મૉલમાં ગોળીબારના પ્રથમ સમાચાર સ્થાનિક સમયાનુસાર સવારે 11 વાગ્યે આવ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર કેટલીય જગ્યાએથી ગોળીબાર સંબંધિત રિપોર્ટ્સ મળ્યા હતા, જેમાં 'સિએલો વિસ્તા મૉલ' અને 'વૉલમાર્ટ મૉલ'માં ગોળીબાર કરાયો હોવાનું જણાવાયું હતું. જોકે, અન્ય જગ્યાના સમાચાર સાચા નહોતા.
પોલીસના પ્રવક્તા અનુસાર પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું હતું કે રાઇફલથી આ ગોળીબાર કરાયો છે.
એલ પાસોના મેયર ડી માર્ગોએ સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું, "એલ પાસોમાં આ પ્રકારની કોઈ ઘટના ઘટી શકે એવું અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો