તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.

મને મુખ્ય વેબસાઇટ પર લઈ જાઓ

મહેસાણા : નોકરી, શિક્ષણ અને શૌચાલયની સમસ્યા

#BBCGujaratOnWheels મહેસાણા જિલ્લાના ગામડાંમાં બીબીસી ગુજરાતીને લોકોએ કહી તેમની સમસ્યા.

લાઇવ કવરેજ

  1. મહેસાણાની આજની સફર અહીં પૂર્ણ કરીએ.

    ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી

    વડલાની વડવાઇ ઝાલીને સાંજ હીંચકા ખાય

    ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો

    ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય.

    -અનિલજોશી

    આવતીકાલે પણ ફરી મહેસાણા જિલ્લાના લોકોની વાતો લઈને ફરી મળીશું.

  2. મહેસાણામાં શું છે સાક્ષરતાનો દર?

    આ જિલ્લાનો સાક્ષરતા દર 83.61 ટકા છે. જેમાં મહિલાઓનો સાક્ષરતા દર 75.32 ટકા છે. સાક્ષરતા દર અને મહિલા સાક્ષરતા દરની દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસાણા છઠ્ઠું સ્થાન ધરાવે છે.

    ઘણાં એનઆરઆઈ ગુજરાતીઓના વતન મહેસાણા જિલ્લામાં છે. આ એનઆરઆઈ સમુદાયના યોગદાનની અસર જિલ્લામાં વર્તાય છે. પાટીદાર, રબારી, ઠાકોર અને ચૌધરી સમાજની વસતિ છે.

    ગ્રામીણ વિસ્તારોની મોટાભાગની વસતિ ખેતી અને પશુપાલન દ્વારા અર્થોપાર્જન કરે છે.

  3. ગુજરાતમાં નોકરી અંગે શું કહે છે વિજયભાઈ?

  4. જરા હિંચકીં લઈએ....

  5. આજે બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લામાં છે. ત્યારે થોડું મહેસાણા જિલ્લા વિશે

    વર્ષ 2011ની વસતિ ગણતરી પ્રમાણે મહેસાણા જિલ્લાની કુલ વસતિ 20,53,064 લોકોની છે. જેમાં મહિલાઓની સંખ્યા 9,78,544 છે અને પુરુષોની સંખ્યા 10,56,520ની છે. જિલ્લાના 15,20,734 લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

    વર્ષ 2001માં અહીં દેશમાં સૌથી ઓછો સ્ત્રી-પુરુષનું વસતી પ્રમાણ હતું.

    ચાઈલ્ડ સેક્સ રેશિયો એટલે કે બાળ જાતિપ્રમાણની દૃષ્ટિએ મહેસાણા રાજ્યમાં તળિયેથી બીજા ક્રમાંકે છે. અહીં ચાઈલ્ડ સેક્સ રેશિયો 842 છે એટલે કે 1000 બાળકોની સરખામણીએ 842 બાળકીઓ છે.

    આ ઘટનાને 'સૂર્યનગરીના આંગણે અંધારુ' એવું રુપક આપી શકાય. મહેસાણા જિલ્લામાં દસ તાલુકા અને 606 ગામડાં છે.

  6. અમારે છોકરીઓને કઈ રીતે ભણાવવી?

  7. હાલા બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લાના કકાસણા ગામમાં પહોંચી છે. અહીં લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણશે.

  8. મહેસાણા જિલ્લાનાં ગામડાં તરફ આગળ વધતી બીબીસી બાઇકર્સની સફર

  9. બનાસકાંઠાની સફરની વાત...

  10. બીબીસીની સફરમાં તમે સાથે રહો અને માણતા રહો ગ્રામિણ જીવનની ઝલક