શક્તિશાળી વાવાઝોડાને કારણે તાઇવાનના દરિયાકાંઠે ઊંચાં મોજાં ઊછળ્યાં

વીડિયો કૅપ્શન, શક્તિશાળી વાવાઝોડાને કારણે તાઇવાનના દરિયાકાંઠે ઊંચાં મોજાં ઊછળ્યાં.
શક્તિશાળી વાવાઝોડાને કારણે તાઇવાનના દરિયાકાંઠે ઊંચાં મોજાં ઊછળ્યાં
પ્રકાશિત

દરિયામાં આ ઊંચાં ઉછળી રહેલાં મોજાં ભયાનક વાવાઝોડાને કારણે છે.

શક્તિશાળી વાવાઝોડું ચંપી તાઇવાનની નજીક પહોંચી રહ્યું હતું એની અસરને લીધે તાઇવાનના દરિયાકાંઠે શુક્રવારે 23 ઑક્ટોબરે આવા ઊંચાં મોજાં ઊછળતાં જોવાં મળ્યાં.

તાઇવાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવો શરુ થયો હતો.

તાઇવાનમાં સત્તાવાળાઓએ આપેલી માહિતી પ્રમાણે વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 34 લોકો ઘાયલ થયા હતા.

1300 લોકોને પહાડી વિસ્તારોમાંથી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. શુક્રવારે લગભગ આખા તાઇવાનમાં કામકાજ બંધ કરી દેવાયું હતું. જ્યારે ચંપી વાવાઝોડું તાઇવાનના દક્ષિણી કિનારાથી 320 કિલોમીટર અંદર દરિયામાં હતું. અને વાવાઝોડાના કેન્દ્રમાં 191 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફુંકાઈ રહ્યા હતા.અમે તાઇવાનના સેન્ટ્રલ વેધર ઍડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું. વાવાઝોડાના ટ્રૅક વિશેની આગાહી પ્રમાણે આ વાવાઝોડું ઉત્તરપૂર્વી તાઇવાનના કિનારાને અડીને પસાર થઈ ઉત્તર તરફ ચીનના કાંઠં આગળ વધશે અને ત્યાથી દક્ષિણી જાપાન તરફ જશે. ચંપી આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જોકે, તાઇવાન તરફ જવા દરમિયાન તેની તીવ્રતા ઘટવાની આગાહી છે તેમ છતાં પણ તે તાઇવાનના કાંઠે લૅન્ડફૉલ કરશે એવી આગાહી વાવાઝોડા માટે જાહેર કરાઈ હતી.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન