અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશ પર ત્રાટક્યું, ગુજરાતમાં ક્યાં અને કેવો વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશ પર ત્રાટક્યું, ગુજરાતમાં ક્યાં અને કેવો વરસાદ પડશે?
અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશ પર ત્રાટક્યું, ગુજરાતમાં ક્યાં અને કેવો વરસાદ પડશે?
પ્રકાશિત

અર્નબ નામનું શક્તિશાળી વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વિજયવાડા અને બાપટલા વચ્ચે ત્રાટક્યું છે. લૅન્ડફૉલ સમયે પવનની ઝડપ 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.

જમીન પર આગળ વધતાં આ સિસ્ટમ ધીરે-ધીરે નબળી પડી ડિપ્રેશન અને લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને તેની અસર છેક નેપાળ સુધી જોવા મળશે.

વાવાઝોડા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભેજ ખેંચાતાં ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે.

પરંતુ શું તેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે, જાણો આ વીડિયોમાં.

વાવાઝોડું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન