અભિષેક શર્માની 35 બૉલમાં સદી, આવી સ્ફોટક ઇનિંગ પહેલાંની તૈયારી વિશે શું કહ્યું?

ભારતે ત્રીજી T20I માં ન્યુઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું; અભિષેક શર્માએ 35 બોલમાં સદી ફટકારી અનેક રેકૉર્ડ તોડયા
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતે ઑપનર અભિષેક શર્માની તૂફાની ઇનિંગ્સના સહારે ત્રીજા ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને 6 વિકેટે હરાવ્યું છે. જીત માટેનો 199 રનનો લક્ષ્યાંક ભારતે 14મા ઓવરમાં જ હાંસલ કરી લીધો.

શર્માએ વેલિંગ્ટનમાં રમાયેલા ત્રીજા ટી20 મુકાબલામાં માત્ર 35 બૉલમાં સદી ફટકારી. અભિષેક શર્માએ માત્ર 38 બૉલમાં કુલ 113 રન બનાવ્યા, જેમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

આઇસીસીના ફુલ મેમ્બર દેશના કોઈ પણ બેટર દ્વારા સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ પણ તેમના નામે છે. તેમણે અફઘાનિસ્તાન સામે 30 બૉલમાં સદી બનાવી હતી.

જ્યારે વૈભવ સૂર્યવંશીએ 19 બૉલમાં 45 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

આ મૅચમાં ભારતીય ટીમે ટી20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર બનાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની જોડીએ તૂફાની શરૂઆત કરતાં શરૂઆતના 6 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 118 રન બનાવી દીધા.

આ વિસ્ફોટક ઇનિંગ્સ સાથે જ ભારતે કોઈ પણ આઇસીસી પૂર્ણ-સભ્ય દેશ દ્વારા ટી20આઈના પાવરપ્લેમાં બનાવાયેલા સૌથી મોટા સ્કોરનો વિશ્વ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

પહેલા બેટિંગ કરતાં ન્યૂઝીલૅન્ડની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા. ન્યૂઝીલૅન્ડ તરફથી ડેરલ મિચેલે 89 રનની ઇનિંગ્સ રમીને સૌથી વધુ રન બનાવ્યા. જ્યારે ફિન એલને 40 રનનું યોગદાન આપ્યું. ભારતની બૉલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને નીતીશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી. જ્યારે પ્રિન્સ યાદવે ચાર ઓવરની બૉલિંગમાં 44 રન આપ્યા, જે ભારતીય બૉલરોમાં સૌથી વધુ હતા.

વૈભવ સુર્યવંશી
ઇમેજ કૅપ્શન, મૅચમાં વૈભવ સૂર્યવંશીએ 19 બૉલમાં 45 રન બનાવ્યા હતા

અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 2,000થી વધુ રન બનાવનારા બેટરોમાં 193.36ના સ્ટ્રાઈક રેટ સાથે પ્રથમ સ્થાને છે.

તેમણે ટી-20 આંતરરાષ્ટ્રીયના પાવરપ્લેમાં 100 છગ્ગા પૂર્ણ કરનાર વિશ્વના પ્રથમ બેટર બનવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે. આ મામલે તેમણે રોહિત શર્માને પાછળ છોડી દીધા, જેમણે પાવરપ્લેમાં 98 છગ્ગા ફટકાર્યા હતા.

એટલું જ નહીં, અભિષેક વર્ષ 2026માં ઑપનર તરીકે 1,000 ટી-20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય બેટર પણ બન્યા. સાથે જ તેમણે માત્ર 1,024 બૉલમાં 2,000 ટી-20 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરીને વિશ્વ રેકૉર્ડ બનાવ્યો. આ પહેલાં આ રેકૉર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો, જેમણે આ મુકામ સુધી પહોંચવા માટે 1,164 બૉલ રમ્યા હતા.

ઇનિંગ પહેલાં કેવી તૈયારી?

ભારતે ત્રીજી T20I માં ન્યુઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું; અભિષેક શર્માએ 35 બોલમાં સદી ફટકારી અનેક રેકૉર્ડ તોડયા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોતાની ઇંનિંગ અંગે મૅચ બાદ અભિષેકે જણાવ્યું હતું, "હું અને વૈભવ મેદાન પર જઈને પાવરપ્લેમાં રમતનો આનંદ માણવા માગતા હતા, અમે ફિલ્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે વધારાના બાઉન્સને કારણે અમે પીચનું થોડું નિરીક્ષણ કરી રહ્યા હતા. અમે મેદાનના ડાયમેન્શનને ધ્યાનમાં રાખીને પાવરપ્લે દરમિયાન બૉલની ગતિનો ઉપયોગ કરીએ તેવી અમારી સરળ યોજના હતી."

"વૈભવે પ્રથમ ઓવરમાં જે રીતે શરૂઆત કરી, મને લાગે છે કે તે ખાસ હતી. અમારી યોજના સરળ હતી કે મૉમેન્ટ મેળવવી અને પછી તેની જાળવી રાખવી."

"મને નથી લાગતું કે આ આટલું સરળ છે તેની પાછળની તૈયારી ખૂબ મહત્ત્વની છે. હું અમારા કૉચોને ખાસ શ્રેય આપવા માગું છું, કારણ કે અમે સાઇડઆર્મ્સ સામે ઘણી પ્રેક્ટિસ કરી છે. એક બેટર તરીકે, મને લાગે છે કે તૈયારી ખરેખર બહુ મહત્ત્વની છે."

"જો તમે પરિસ્થિતિઓ અને મેદાનને જુઓ, તો તે હંમેશાં તમારા મનમાં હોય છે. પછી તમારે બૉલરોને પણ ધ્યાનમાં રાખવાના હોય છે અને તેમની અનુસાર શોટ રમવાના હોય છે. ગઈકાલે અમે સારી પ્રૅક્ટિસ કરી હતી અને હું તેનો લાભ લેવા માગતો હતો, અમે તે કર્યું. મેં આ ઇનિંગની કલ્પના કરી હતી અને તે હકીકતમાં બની."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન